ગુજરાત દિવસ વિશેનો ઇતિહાસ જાણો.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વિશે જાણો.|Gujarat sthapna divas.| નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજે આપણે જોઇશું કે આપણે ગુજરાત દિવસની એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી શા માટે કરીએ છીએ અને તેની પાછળનો ઇતિહાસ શું રહ્યો છે તેની પણ વાતો કરીશું. તો ચાલો આજે આપણે ગુજરાત સ્થાપના દિવસ વિશે જરાક ડોક્યું કરીએ. 1લી મે આ દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તેમજ 1 મે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાતના સમૃદ્ધ વારસાના રાજ્યનો પાયો ચિહ્નિત કરે છે. ગુજરાત દિવસની એટલે કે ગુજરાત સ્થાપના દિવસને ગુજરાતના લોકો દ્વારા સન્માનિત કરવામાં આવે છે કારણ કે તે ગુજરાત અને અલગ રાજ્ય માટે લોકોએ કરેલા કઠોર સંઘર્ષની યાદને પ્રદર્શિત કરે છે. ઈ.સ. 1960 ના આ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્યોનો વિભાજિત થયા અને સ્થાપના થય હતી. 1 લી મે ના રોજ ગુજરાત દિવસની એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થાય છે તેમ આ દિવસે મહારાષ્ટ્ર દિવસ તરીકે પણ ઉજવવમાં આવે છે. આ દિવસ જેટલો ગુજરાત માટે મહત્વનો છે તેટલો જ મહારાષ્ટ્ર માટે પણ મહત્...