ગુજરાત દિવસ વિશેનો ઇતિહાસ જાણો.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વિશે જાણો.|Gujarat sthapna divas.|
1લી મે આ દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તેમજ 1 મે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાતના સમૃદ્ધ વારસાના રાજ્યનો પાયો ચિહ્નિત કરે છે. ગુજરાત દિવસની એટલે કે ગુજરાત સ્થાપના દિવસને ગુજરાતના લોકો દ્વારા સન્માનિત કરવામાં આવે છે કારણ કે તે ગુજરાત અને અલગ રાજ્ય માટે લોકોએ કરેલા કઠોર સંઘર્ષની યાદને પ્રદર્શિત કરે છે. ઈ.સ. 1960 ના આ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્યોનો વિભાજિત થયા અને સ્થાપના થય હતી.
1 લી મે ના રોજ ગુજરાત દિવસની એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થાય છે તેમ આ દિવસે મહારાષ્ટ્ર દિવસ તરીકે પણ ઉજવવમાં આવે છે. આ દિવસ જેટલો ગુજરાત માટે મહત્વનો છે તેટલો જ મહારાષ્ટ્ર માટે પણ મહત્વપૂર્ણ છે.
આપને જોઈયે તો ઈ.સ. 1956માં સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ એટલે કે આ કાયદા હેઠળ મોટાભાગના રાજ્યોનું ભાષાકીય રેખાઓ સાથે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
આપને જોઈયે તો ઈ.સ. 1956માં સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ એટલે કે આ કાયદા હેઠળ મોટાભાગના રાજ્યોનું ભાષાકીય રેખાઓ સાથે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
જેમને દ્વિભાષી તરીકે એટલે કે મરાઠી ભાષી લોકો માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષી લોકો માટે ગુજરાત એમ બે રાજયોમાં વિભાજિત કરવામાં આવ્યુ હતું. જો કે આ મરાઠી ભાષી ને મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષી ને ગુજરાત એમ આ કાયદાએ વાસ્તવમાં ગુજરાતી અને મરાઠી બોલતા વિસ્તારોને એકીકૃત કર્યા અને આ બંને પ્રદેશોમાં આંદોલનો થયા.
ગુજરાત સ્થાપના દિવસ ઊજવણી પર ગુજરાતીમાં નિબંધ.
1લી મે 2023ના રોજ 63મો ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960 ના રોજ થઇ હતી. ગુજરાતે આઝાદી બાદ વિકાસનો બહોળો લાભ ઉઠાવ્યો હતો અને ગુજરાતનું નામ વિદેશમાં પ્રખ્યાત થયું છે. આ દિવસો દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે છેલ્લા 62 વર્ષમાં ગુજરાતમાં કેટલા બદલાવો આવ્યા છે. આ દરમિયાન અમે તમને મહા ગુજરાત આંદોલન વિશે પણ માહિતી આપવાના છીએ.
ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહા ગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહેલી છે. જોકે ખાંભી સત્યાગ્રહે ઈ.સ. 1918માં શરૂ થયેલી મહા ગુજરાત ચળવળને વેગ આપવાનું કામ કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડ્યો હતો અને મહારાષ્ટ્ર અને ગુજરાતને એક રાજ્ય તરીકે જાહેર કર્યું હતું.
ભારતને ઈ.સ. 1947 માં આઝાદી મળી હતી અને ભારતના ભાગલા બાદ સરકારે ગુજરાતના રજવાડાઓને ત્રણ ભાગોમાં વિભાજિત કર્યા હતા. તેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ સામ્રાજ્યોને જોડવામાં આવ્યા હતા. જ્યારે મુંબઈ રાજમાં મોટાભાગના પશ્ચિમ અને મધ્ય ભારતનો સમાવેશ થતો હતો.
આઝાદી બાદ ઈ.સ. 1948માં મહા ગુજરાત સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતી બોલતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગણી કરી હતી. પણ ઈ. સ. 1956માં, મુંબઈ રાજમાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ અને મધ્યપ્રદેશના રાજ્યોનો સમાવેશ થતો હતો. નવા મુંબઈ રાજના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલાતી હતી. જ્યારે બીજા ભાગની ભાષા મરાઠી બોલાતી હતી.
1 મે, 1960ના રોજ મરાઠી અલગતાવાદી ચળવળ અને મહા ગુજરાત ચળવળ દ્વારા મુંબઈ રાજની ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ અલગ રાજ્યોની રચના કરવામાં આવી હતી. ગુજરાતી બોલતા વિસ્તારોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. આમ ગુજરાતને પ્રથમ વખત સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મળ્યો. અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની હતી. ઈ.સ. 1970માં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી.
દર વર્ષે 1 મે જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે. આ ગુજરાત દિવસનાં નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો, સરકારી કચેરીઓ અને અનેક સંસ્થાઓ બંધ રાખી અને ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Comments
Post a Comment